Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ડુંગરા પીઍચસીમાં થયેલ ચોરી કરનાર ૩ ઝડપાયા

ડુંગરા પીઍચસીમાં થયેલ ચોરી કરનાર ૩ ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ વાપી તા ડુંગરા ભ્ણ્ઘ્ સરકારી હોસ્પિટલમાં થયેલ ધરફોડ ચોરીનો ભેદ ડુંગરા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

વાપી વિભાગના ઝ઼ક્કલ્ભ્ બી.ઍન. દવેની સૂચનાથી ટીમો બનાવવામાં આવી હતી. દરમિયાન ભ્લ્ત્ કે.આર. ચોટલીયા અને ખ્લ્ત્ રમેશભાઈને મળેલી બાતમી આધારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે.

પકડાયેલામાં અરબાઝ ઉર્ફે પરચા ઝાકીર ખલીફા (રહે. યુસુફનગર), કરીમ સલીમ મનિહાર અને સલમાન સૈદુલ્લા ચૌધરીનો સમાવેશ થાય છે. તેમની પાસેથી માઈક્રોસ્કોપ, મોનીટર, ઘ્ભ્શ્, પ્રિન્ટર, ઓક્સિજન કોન્સ ટ્રેટર, સ્ટેબીલાઈઝર, વ્સ્લ્ મોપેડ નં. ઞ્થ્-૧૫-ઝ઼ન્-૦૦૧૮ અને ૩ મોબાઈલ મળી કુલ રૂ. ૧,૫૩,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો છે.