Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ડુંગરામાં વેપારીને ચપ્પુ બતાવી રૂ.૧૦૦૦ ની ખંડણી માંગી!

ડુંગરામાં વેપારીને ચપ્પુ બતાવી રૂ.૧૦૦૦ ની ખંડણી માંગી!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ વાપીના ડુંગરા વિસ્તારમાં શાકભાજીની દુકાન ઉપર છરી બતાવી ગાળાગાળી કરી રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે.

ફરિયાદી ઈરફાન અબ્બાસ અલી ઉ.૨૭ ધંધો-શાકભાજી વેપાર, રહે. ડુંગરા, ડુંગરી ફળિયા, મિલ્લતનગર, ઉસ્માનિયા બિલ્ડિંગ ઍ જણાવ્યું કે ગઈ તા.૧૮/૦૯/૨૦૨૬ ના રાત્રે ૯ વાગ્યે તેઓ પોતાની દુકાન પર હાજર હતા ત્યારે ઓળખીતા નવાબ રવાબ ખાન રહે. કરવડ સાંઈ આસ્થા અમન પેલેસે આવી હજાર રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા ન આપતા શાકભાજી કાપવાનું ચપ્પુ લઈ આવી જાહેરમાં ગંદી ગાળો આપી ચપ્પુ બતાવી ધમકી આપી કે, હું મર્ડરના કેસમાં જેલમાં રહી આવેલ છું અને તું મારા કેસમાં પંચમાં કેમ રહે છે, હજાર રૂપિયા આપવા પડશે નહીં તો બે દિવસમાં જાનથી મારી નાખીશ. ગભરાઈ જઈ દુકાનના ગલ્લામાંથી રૂ.૧૦૦૦/- આપવા પડ્યા હતા. આ મામલે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.