Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

પારડીની તાજ બેકરીને હાઈજિનના નિયમોના ભંગ બદલ નોટિસ ફટકારાઈ

પારડીની તાજ બેકરીને હાઈજિનના નિયમોના ભંગ બદલ નોટિસ ફટકારાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં આવેલી ૅર્વ્ીસ્ત્ર્ ર્ગ્ીત્ત્ફૂશ્વક્કૅ પર ફૂડ સેફટી ઓફિસર કે. ઍ. પટેલ દ્વારા સ્વતંત્ર સાક્ષીઓની ઉપસ્થિતિમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીના માલિક જાહિદખાન ઈલાહીખાન પઠાણ ની હાજરીમાં તપાસમાં અન્ન સુરક્ષા અને ગુણવત્તાના ધોરણો બાબતે ગંભીર અનિયમિતતાઓ ધ્યાને આવી હતી.

જેમાં પેઢીમાં પેસ્ટ કંટ્રોલ કરાવવામાં આવ્યુ નથી. તેમજ  પ્રોડક્ટ ટેસ્ટિંગ રિપોર્ટ ઉપલબ્ધ ન હતો. બારી અને દરવાજા ખુલ્લા રાખવામાં આવતા હોવાથી જીવાતોના પ્રવેશ અટકાવવા માટેની યોગ્ય વ્યવસ્થાનો અભાવ જણાયો હતો. 

દીવાલો, છત અને દરવાજા પરનું પેઇન્ટ ઉખડી ગયેલું હતું તથા કણો ખરી રહ્ના હતા. ફૂડ સુપરવાઇઝર માટેનું ફોસ્ટાક ટ્રેનિંગ સર્ટિફિકેટ પણ હાજર મળી આવ્યું ન હતું. ઉપરોક્ત બાબતો ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ (લાઈસન્સિંગ ઍન્ડ રજીસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસિસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૧ના શિડ્યુલ-૪ હેઠળ નિર્ધારિત સેનિટરી અને હાઈજિનના મૂળભૂત નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. 

આ બેદરકારી જાહેર જનતાના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી તંત્ર દ્વારા પેઢીને સુધારણા નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ જ્યાં સુધી તમામ ખામીઓ દૂર કરવામાં ન આવે અને જરૂરી દસ્તાવેજોની પૂર્તતા ન થાય, ત્યાં સુધી માલિક દ્વારા સ્વેચ્છાઍ પેઢીનું સંચાલન બંધ રાખવામાં આવ્યું છે.

 નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આવી અસુરક્ષિત ખાદ્યચીજોનું વેચાણ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ સઘન તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે ઍવુ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આશિષ વળવીઍ અખબારી યાદીમાં જણાવ્યુ  છે.