Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વલસાડના પી.ડી. પટેલ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન ચૂંટાયા

વલસાડના પી.ડી. પટેલ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન ચૂંટાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જનરલ બોર્ડ મિટિંગમાં ચેરમેન તરીકે વલસાડના જાણીતા ઍડવોકેટ તથા નોટરી પી. ડી. પટેલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. અને સમગ્ર ગુજરાત માં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ગુજરાતના અંદાજે ઍક લાખ ચાલીસ હજાર વકીલો ની માતૃસંશ્થા ઍવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની યોજાયેલ ચૂંટણી માં વલસાડ જિલ્લા વકીલ મંડળના છેલ્લા ૨૪ વર્ષ થી પ્રમુખ તરીકે સેવા આપી રહેલ ઍડવોકેટ પી. ડી. પટેલ ૯૯ જેટલા ઉમેદવારો માંથી ફર્સ્ટ પ્રેફરન્સ ના વોટ મેળવી ત્રીજા ક્રમે ચૂંટાઈ આવી ઇતિહાસ રચ્યો હતો. 

આ અગાઉ સને ઈ.સ. ૨૦૧૮ માં પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પી. ડી. પટેલ જીત્યા હતા અને વાઈસ-ચેરમેન તેમજ વિવિધ કમિટીઓના ચેરમેન પણ રહી ચુક્યા છે. તેઅો નોટરી ઍસોસિયેશન ગુજરાતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈને હાલ સેવા આપી રહ્ના છે. 

તેમના વિજય ને સમગ્ર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના વકીલો અને મોટી સંખ્યા માં તેમના પ્રસંશકો ઍ શુભેચ્છા આપવા સાથે વધાવી લીધો હતો.