Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

રોલામાં મહિલા રકતદાન કેમ્પ યોજાયો

રોલામાં મહિલા રકતદાન કેમ્પ યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના  જન્મદિવસના શુભ અવસરે પરમ ફાર્મ, રોલા માં મહિલા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં માત્ર મહિલાઓનું જ રક્ત ઍકત્ર કરવામાં આવ્યું હતું. કુલ ૧૮૧ બહેનોઍ આ વિશેષ કેમ્પમાં રક્તદાન કરી મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. કાર્યક્રમને બ્રહ્માકુમારી રીટાદીદીઍ દિપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો હતો. દરેક રક્તદાતા બહેનોને ટ્રોલી બેગ અથવા બ્લેન્કેટ ભેટ  આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાણાં મંત્રી  કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ  હેમંતભાઈ કંસારા, ધરમપુર ના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ  અરવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી, સાંસદ  ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ,  જિલ્લા યુવા મોરચા મહામંત્રી, જિલ્લા ઓબીસી મોરચા મહામંત્રી આનંદભાઈ પટેલ, વલસાડ નગરપાલિકા પ્રમુખ, શાસક પક્ષના નેતા, વલસાડ તાલુકા ભાજપ -મુખ  ઉપપ્રમુખ કિન્નરીબેન શ્રોફ, તાલુકા પંચાયત સભ્ય, શહેર ભાજપ  ઉપસ્થિત રહ્ના હતા. આ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ પ્રવિણાબેન પટેલ તથા ઍમની ટીમે ખુબ જ મહેનત કરી હતી.