Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીની રાજમોતી સોસાયટીમાં ગણેશ ઉત્સવ નિમિત્તે ભજન સ્પર્ધા યોજાઈ

વાપીની રાજમોતી સોસાયટીમાં ગણેશ ઉત્સવ નિમિત્તે ભજન સ્પર્ધા યોજાઈ


વાપી, તા.૧૭ ઃ બુધવારે બપોરે ૩ વાગ્યાથી વાપીની રાજમોતી સોસાયટીના ગણેશ મંડપમાં ભજન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમક્રમે સખી મંડળ રાજ રેસીડન્સી વિજેતા બની હતી.

આ સ્પર્ધામાં દરેક મંડળોઍ  પોતાના પુરુસાર્થ, લગન અને ઉત્સાહથી  પોતા પોતાનું પેરફોર્મન્સ નિભાવ્યું હતું. ભજનની રમઝટથી પૂરું ગણેશ મંડપ અને રાજમોતી સોસાયટી  ભક્તિમય બન્યુ હતું. ભજનોમાં વિવિધ વેશો જેવા કે શિવજી, શ્રી કૃષ્ણ, રાધાજી, ગોપીયો વિગેરે હતાં. 

રશમિકાબેન દવારા ભજન અને ભક્તિ વિષે વિષેશ જાણકારી આપી હતી. અંતમાં અન્ય બહેનો દ્વારા અલગ અલગ નવિન ભજન પણ ગાવામાં આવ્યા હતાં. ભજન સપરધામાં કુલ ઍકથી પાંચ નંબરો જાહેર કરવામાં આવ્યા હતાં. અન્ય મંડળોને આશ્વાસન ઈનામો આપવામાં આવ્યા હતાં. આ સ્પર્ધા માણવા રાજમોતી સોસાયટીની બહેનો તથા પતંજલિ પરિવારની બહેનો હજાર રહ્ના હતાં. આ ભજન સ્પર્ધામાં પ્રથમ નંબરે સખી મંડળ રાજ રેસીડનસી, બીજા નંબરે અસ્ટ વિનાયક મહિલા મંડળ છરવાડા, ત્રીજા નંબરે જય અંબે મંડળ ૧ ચણોદ, ચોથા નંબરે સખી મંડળ રાજ મોતી ફેસ ૧ અને પાંચમા નંબરે જય અંબે મંડળ ચણોદ-૨ વિજેતા જાહેર થયા હતાં. આ ભજન સ્પર્ધાને સફળ બનાવવામાં પતંજલિ પરિવાર, રાજમોતી સોસાયટી મંડળ તથા સોસાયટીની બહેનોનો સંપૂર્ણ સહકાર રહ્ના હતો.

આ સ્પર્ધાના નિર્ણાયક રૂપે સંગીત નિષ્ણાંતોમાં વરિષ્ટ પટેલ જયાબહેન તથા ડૉ. પ્રાધ્યાપક અનિતાબેન મહેતા હાજર રહ્ના હતાં. અતિથિ વિશેષ રશમિકાબેન મેહતા અને  માયાબેન ભટૃ ઉપસ્થિત રહી સતત સ્પરધકોનો ઉત્સાહ વધારતા રહ્ના છે.