Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

નાની વાહિયાળ-ફુલવાડી માર્ગ પર ખાડાઅોથી વાહનચાલકો પરેશાન

નાની વાહિયાળ-ફુલવાડી માર્ગ પર  ખાડાઅોથી વાહનચાલકો પરેશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૭ ઃ ધરમપુર તાલુકાના નાનીવહિયાળ થી ફુલવાડી તરફ જતા માર્ગ પર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે.

નાની વહિયાળ થી ફુલવાડી તરફ રોજિંદા ધોરણે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી આ માર્ગ સ્થાનિકો માટે મહત્વનો છે. પરંતુ માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકોને વાહન હંકારવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ પર ઠેર-ઠેર ખાડા પડી જતાં વાહન લઈને પસાર થવું મુશ્કેલ બની ગયું છે. લાંબા સમયથી આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો હવે તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે તેની રાહ જોઈ રહ્ના છે.

સ્થાનિકોની માંગ છે કે માર્ગની સ્થિતિને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા વહેલી તકે ખાડાઓનું સમારકામ કરી માર્ગને વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવે, જેથી રોજિંદી અવરજવર કરતા લોકોને પડતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.