Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

નડગખાદીમાં દીપડાઍ બળદનું મારણ કર્યુ

નડગખાદીમાં દીપડાઍ બળદનું મારણ કર્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૧૭ ઃ ડાંગનાં નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઍક દીપડાઍ રહેણાક ઘરના ઢોરના શેડમાં ઘૂસી બાંધેલા નાના બળદનું મારણ કરતા ગભરાટ ફેલાયો હતો. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ની મોડી રાત્રે ઘોઘલી ફીડરમાં સર્જાયેલા ફોલ્ટના કારણે વીજળી બંધ થઈ જતા દીપડાઍ અંધારાનો સીધો લાભ લીધો હતો. ચિકાર ફળિયાના સ્થાનિક રહીશ રાજુભાઈ શિલુભાઈ ચૌધરીના ઘર નજીક આવેલા ઢોરના શેડમાં ઘૂસી દીપડાઍ ત્યાં બાંધેલા બળદ પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.અન્ય પશુઓના ડરભર્યા અવાજો સાંભળી ઘરના સભ્યો તુરંત જાગી ગયા હતા અને તેમણે બૂમાબૂમ કરતા દીપડો અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.

 આ ઘટના બાદ સ્થાનિક આગેવાન રવિન્દ્રભાઈ ભિવશનની મદદથી ઘરમાલિક રાજુભાઈ ચૌધરીઍ ચિંચિનાગાંવઠા રેન્જના ય્જ્બ્ને લેખિત જાણ કરી હતી. અરજી મળતાની સાથે જ ચિંચિનાગાંવઠા રેન્જના ય્જ્બ્ના માર્ગદર્શન હેઠળ પીંપરી બીટના રાઉન્ડ ફોરેસ્ટર અફસનાબેન પોતાની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. વન વિભાગની ટીમે ઘટનાસ્થળનું પંચનામું કરી જરૂરી માહિતી ઍકત્ર કરી છે. દીપડાના ત્રાસથી ગ્રામજનોને મુક્તિ અપાવવા માટે વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.