Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

સાપુતારા ઘાટમાર્ગ પર ટેમ્પો પલટ્યો

સાપુતારા ઘાટમાર્ગ પર ટેમ્પો પલટ્યો


સાપુતારા, તા.૧૭ ઃ  મહારાષ્ટ્રનાં પુણે તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.૩૩.ટી.૩૪૦૧ જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં પથ્થરો સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અહી આઈસર ટેમ્પો પથ્થરો અને નજીકની સંરક્ષણ દિવાલનાં પગલે ખીણમાં ખાબકતા બચ્યો હતો. આ બનાવમાં ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઈજા પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.