Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ચીખલી પોલીસે કામદારોને કલીયરન્સ સર્ટી જારી કરી આપ્યા

ચીખલી પોલીસે કામદારોને કલીયરન્સ સર્ટી જારી કરી આપ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૧૭ ઃ ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં નવી નવી કંપનીઓ આકાર લઈ રહી છે. જેમાં દરેક ટ્રેડમાં વર્કરોની ભરતી કરવામાં આવી રહી છે ત્યારે આ વર્કરો પાસેથી જરૂરી કાગળો સાથે પોલીસ નું વેરિફિકેશન સર્ટી પણ માંગવામાં આવી રહ્નાં છે. ત્યારે ચીખલી પોલીસ મથકમાં છેલ્લા બે અઢી મહિનામાં ૫,૦૦૦થી પણ વધુ પોલીસ સર્ટિ આપવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના તાલુકા ભરમાં ઔદ્યોગિક ઍકમો ધમધમી રહ્ના છે અને હજુ પણ નવા નવા ઔદ્યોગિક ઍકમો આકાર પામી રહ્ના છે જેમાં ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં ઔદ્યોગિક ઍકમો માં અલગ અલગ ટ્રેડોમાં વર્કરોની ભરતી કરવામાં આવી રહી છે ત્યારે આવા વર્કરો પાસે જરૂરી ડોક્યુમેન્ટ સાથે સ્થાનિક પોલીસ ક્લિયરન્સ સર્ટી પણ માંગવામાં આવી રહ્નાં છે ત્યારે ચીખલી તાલુકાના સુંઠવાડ ગામે સૌથી મોટું ઍકમ સોલાર (વારી) કંપની ચાલી રહી છે જેમાં હજારોની સંખ્યામાં મજૂરો કામ કરી રહ્ના છે.

જો કે થોડા સમય અગાઉ હાઇવે ઉપર કંપનીના કર્મચારીને કોઈ અજાણ્યા તત્વો દ્વારા મારવામાં આવ્યો હતો. જેનો પોલીસ કેસ પણ થયો હતો ત્યારે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવી ચોરી છુપીથી કામ કરતા હોય જેના કારણે હવે ચીખલી તાલુકામાં ધમધમતા ઔદ્યોગિક ઍકમો દ્વારા કર્મચારીઓ પાસેથી પોલીસ ક્લીયરન્સ સર્ટીની માંગણી કરતા ચીખલી પોલીસે છેલ્લા બે અઢી મહિના દરમિયાન ૫,૦૦૦ થી વધુ જેટલા પોલીસ ક્લીયર સર્ટી ઇશ્યૂ કર્યા છે જોકે ઇસ્યુ કરેલા સર્ટીમાં કેટલાક સરકારી કર્મચારીઓ જે નવી નોકરી મેળવવાના હોય તેને પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે.