Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ઉમરગામ તાલુકાના ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન જાગ

ઉમરગામ તાલુકાના ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન જાગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 ઉમરગામ, તા. ૧૭ ઃ ઉમરગામ તાલુકાના તમામ ખેડૂત ખાતેદાર મિત્રોને પોતાના ખાતાની જમીનનું ફાર્મર રજીસ્ટ્રેશન અવશ્ય કરાવી લેવા મામલતદાર કચેરી, ઉમરગામ તરફથી ખાસ સૂચના આપવામાં આવી છે. ખેડૂતો ગ્રામ પંચાયત કચેરી ખાતે તેમજ ઘ્લ્ઘ્ સેન્ટર પરથી ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાશે. મામલતદાર કચેરી દ્વારા જણાવાયું છે કે, જે ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રેશન બાકી રહેશે તેઓને સરકાર તરફથી મળતા વિવિધ ખેતી વિષયક લાભો, કૃષિ ધિરાણ, સબસિડી તથા અન્ય યોજનાકીય લાભો મેળવવામાં ભવિષ્યમાં મુશ્કેલી પડી શકે છે. તેથી રજીસ્ટ્રેશન બાકી હોય તેવા તમામ ખેડૂતોઍ તાત્કાલિક ધોરણે નોંધણી પૂર્ણ કરાવવા અપીલ કરવામાં આવી છે.
દરેક સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યઓને પોતાના વિસ્તારના ખેડૂતોને આ અંગે જાણ કરી રજીસ્ટ્રેશન કરાવવા માટે પ્રચાર-પ્રસાર કરવા જણાવાયું છે, જેથી ઉમરગામ તાલુકાના ઍકપણ ખેડૂતનું ફાર્મર રજીસ્ટ્રેશન બાકી ન રહે. આ કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે ગ્રામ પંચાયતોઍ તલાટી કમ મંત્રી, મહેસૂલી તલાટી તથા ગ્રામ સેવક સાથે સંકલન કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને સહકાર આપવા મામલતદાર કચેરી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.