Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

સંજાણમાં રૂ.૨.૮૦ કરોડના ખર્ચે માર્ગનું નવીનીકરણ થશે

સંજાણમાં રૂ.૨.૮૦ કરોડના ખર્ચે માર્ગનું નવીનીકરણ થશે


  (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 ઉમરગામ, તા. ૧૭ ઃ  ઉમરગામ તાલુકામાં વિકાસ કામોને વેગ મળી રહ્ના છે. ત્યારે ઐતિહાસિક નગરી સંજાણમાં પણ માર્ગ સુવિધામાં વધારો થવા જઈ રહ્ના છે. સંજાણના મુખ્ય બજાર વિસ્તારમાં વાહનોની અવરજવર વધતા હાલનો માર્ગ સાંકડો પુરવાર થઈ રહ્ના હતો. સ્થાનિકોની રજૂઆતને પગલે અહીં રૂ.૨.૮૦ કરોડના ખર્ચે પહોળા સીસી રોડનું નિર્માણ મંજૂર કરવામાં આવ્યું છે. આ વિકાસ કામનો ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે શ્રીફળ વધેરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય બજાર વિસ્તારમાં માર્ગનું નવીનીકરણ અને પહોળીકરણ થતાં સ્થાનિક વેપારીઓ તેમજ વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં સુવિધા મળશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યો નરેશભાઈ અને રામદાસભાઈ વરાઠા, સરપંચ ગુલાબભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિનયભાઈ, તાલુકા તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે સંજાણ સહિત સમગ્ર ઉમરગામ તાલુકામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની માહિતી આપી હતી. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે કાર્યકર્તાઓને જનસંપર્ક વધારવા અપીલ કરી હતી. રૂ.૨.૮૦ કરોડના આ માર્ગ વિકાસ કામથી સંજાણના મુખ્ય બજાર વિસ્તારમાં માર્ગ વ્યવસ્થા વધુ સુગમ બનવાની સાથે સ્થાનિકોને લાંબા ગાળે રાહત મળવાની અપેક્ષા છે.