Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

અટારના ત્રણ બાળમિત્રોઍ માટીમાંથી શ્રીજીની પ્રતિમા ઘડી

અટારના ત્રણ બાળમિત્રોઍ  માટીમાંથી શ્રીજીની પ્રતિમા ઘડી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ તાલુકાના અટાર ગામના પટેલ પરિવારના ત્રણ બાળકોઍ ગણેશોત્સવ નિમિત્તે ભક્તિ સાથે પર્યાવરણ સુરક્ષાનો ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે. બજારની કેમિકલયુક્ત અને પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓને બદલે ઘરના બાળકો શ્રેય, યુવન અને ક્રેનીઍ સાથે મળીને શુદ્ધ માટીમાંથી સ્વહસ્તે બાપ્પાની મનોહર પ્રતિમા તૈયાર કરી સ્થાપના કરી છે. બાળકોઍ જાતે જ માટી ગૂંથવાથી લઈને મૂર્તિના ઘડતર, કુદરતી રંગરોગાન, શણગાર અને આસનની સજાવટ સુધીની તમામ કામગીરી પોતાની કલ્પનાશક્તિ અને હસ્તકળાથી પૂર્ણ કરી છે. આ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન પણ -કૃતિ કે જળસ્ત્રોતોને નુકસાન પહોંચાડ્યા વગર ઘરે જ કુંડામાં કરવામાં આવશે. બાળકોના આ સરાહનીય પ્રયાસથી ગામમાં સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભારે પ્રશંસા થઈ રહી છે. પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વગર પણ તહેવારોનો સાચો આનંદ માણી શકાય છે તેવો પ્રેરણાદાયી સંદેશ આ બાળમિત્રોઍ સમગ્ર સમાજને પૂરો પાડ્યો છે.