Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી મનપા કચેરીમાં અરજદારોને ફોર્મ ભરવા સગવડ જરૂરી

વાપી મનપા કચેરીમાં અરજદારોને ફોર્મ ભરવા સગવડ જરૂરી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી મહાનગર પાલિકાની કચેરીમાં જન્મ અને મરણ વિભાગમાં રોજના સેંકડો અરજદારો આવતા હોય છે, પરંતુ તેમને ફોર્મ ભરવા માટે ટેબલ સુધીની સુવિધા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ જન્મનો દાખલો, મરણનો દાખલો કઢાવવા માટે અરજદારોઍ ફોર્મ ભરવા ફરજિયાત હોય છે. ફોર્મ ભરવા માટે કોઈ ટેબલની વ્યવસ્થા ન હોવાથી અરજદારો દીવાલના ટેકે, કે હાથમાં ફોર્મ રાખીને ભરવા મજબૂર બને છે. વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ તકલીફ પડે છે. પાલિકા દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોના દાવા કરાય છે, ત્યારે કચેરીમાં ઍક ટેબલની સુવિધા  ન અપાતા લોકોમાં ભારે હેરાનગતિ થાય છે છે. અરજદારોઍ તાત્કાલિક ટેબલની વ્યવસ્થા કરવા માંગ કરી છે.