Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી-દમણના ઇતિહાસ સાથે બ્રિજની ઝાંખી તૈયાર કરાઈ

વાપી-દમણના ઇતિહાસ સાથે બ્રિજની ઝાંખી તૈયાર કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપીમાં ભાગ્યોદય સોસાયટી ચલા ખાતે આ વર્ષે પણ રસપ્રદ ડેકોરેશન કરવામાં આવ્યું છે જે લોકો માટે આકર્ષણ સાથે ચર્ચાનો વિષય બન્યું છે.  ચલા ભાગ્યોદય સોસાયટી દ્વારા વર્ષ ૨૦૧૫ થી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે અને દર વર્ષે લોકોને આકર્ષે તેવું માહિતી સાભાર ડેકોરેશન કરવામાં આવે છે. આ વર્ષે આ મંડળ દ્વારા દમણ સી ફેસ રોડની ઝાંખી, લાઈટ હાઉસ તેમજ દમણ સ્મશાન ભૂમિમાં સ્થિત ભગવાન શંકરની મૂર્તિની ઝાંખી દર્શાવી છે. આ ઉપરાંત બે બોર્ડ લગાવ્યા છે જેમાં વાપી અને દમણનો ઇતિહાસ ટૂંકમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ૧૯૭૧ પછી વાપી અને દમણ શહેરના ઔદ્યોગિક વિકાસને કારણે બંને શહેરો વચ્ચે પરિવહન અને અવર-જવર માટે જે દમણ રોડ માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો, તે માર્ગની વચ્ચેથી રેલવે લાઇન પસાર થતી હતી જેના પર ફક્ત ઍક નાનો રેલવે ફાટક હતો. આ કારણથી સમય જતાં વાપી દમણ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધવાથી પુલ બનાવવાનું કામ ૧૯૯૪ માં શરૂ થયું અને ૧૯૯૭ માં - ફક્ત ત્રણ વર્ષમાં વાપી દમણનો પહેલો મોટો રેલવે ફલાયઓવર બ્રિજ લોકો માટે ખોલી દેવામાં આવ્યો. આ પુલ બનવાથી વાપી દમણ વચ્ચેના પરિવહનને ખૂબ જ રાહત મળી. જોકે વિકાસ અને નવીનીકરણના હેતુથી આ ઓવરબ્રિજને ૨૦૨૧ માં તોડી પાડવામાં આવ્યો હતો અને આજે પાંચ વર્ષ પછી ૨૦૨૬ માં સારી ટેકનિક, આધુનિક અને ઉચ્ચ-ટેકનોલોજીના સાધનો અને મશીનરીની ઉપલબ્ધતા હોવા છતાં નવા ઓવરબ્રિજનો કોઈ પત્તો નથી. તેવી માહિતી લોકો સમક્ષ રજૂ કરી છે જે ચર્ચાનો વિષય બની છે. બીજા બોર્ડમાં દમણનો ઇતિહાસ રજૂ કરાયો છે.