Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીની સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં મીની વેકેશન જેવો માહોલ

વાપીની સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં મીની વેકેશન જેવો માહોલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૫ ઃ વાપીમાં સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં છેલ્લા ચાર દિવસથી મીની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. તહેવારોને લઈ અરજદારોની પાખી હાજરી જોવાં મળી હતી.

બીજા શનિવારની રજા બાદ રવિવારની જાહેર રજા હતી. સોમવારે ગણેશ ચતુર્થીના તહેવારને લઈને ઘણા કર્મચારીઓઍ સ્વૈચ્છિક રજા લીધી હતી. જેને લઈ બહુધા કચેરીમાં કર્મચારીઓની હાજરી પાખી જોવા મળી હતી. ત્યારબાદ મંગળવારે પર્યુષણ પર્વની સંવત્સરીની જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આમ શનિવારથી મંગળવાર સુધી સતત ચાર દિવસની રજાઓનું જોડાણ થતા સરકારી - અર્ધસરકારી કચેરીઓ મોટાભાગે ખાલીખમ જોવા મળી હતી. મહાપાલિકા કચેરી, બેંકો, ઇસ્યુરન્સ કંપનીઓ વગેરેમાં સન્નાટો જેવો માહોલ દેખાયો હતો.બુધવારથી આ તમામ કચેરીઓમાં રાબેતા મુજબ કામકાજ શરૂ થશે તેવો અંદાજ છે.