Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

કોîગ્રેસની કિસાન અધિકાર યાત્રા માંડવા પહોîચી

કોîગ્રેસની કિસાન અધિકાર યાત્રા માંડવા પહોîચી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૫ ઃ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ઞ્ફૂઁ ક્ષ્ અને કિસાન અધિકાર યાત્રા’ લાવાછાથી પ્રસ્થાન કરી મોટાપોઢા, પંડોર, અરનાળા, બાળચોડી થઈ માંડવા પહોંચી હતી. માંડવા ખાતે યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને સ્થાનિક લોકો જોડાયા હતા. આ પ્રસંગે ધરમપુર તાલુકાના વિરોધ પક્ષના નેતા દેવુભાઈ મોકાશીઍ જળ, જંગલ અને જમીનના અધિકારો, ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સહિતના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિસન પટેલે આદિવાસીઓના નામે ખોટા દસ્તાવેજોના આક્ષેપોની યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની માંગ કરી હતી. કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્ના હતા. કોંગ્રેસ દ્વારા બુધવારે નાનાપોઢા ખાતે બપોરે ૧ વાગ્યે યાત્રાના સમાપન પ્રસંગે મોંઘવારી, ખેડૂતોના વળતર, જમીન, રોજગાર, હાઈટેન્શન લાઈન, રસ્તા અને ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નોને લઈને સરકારને આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી છે.