Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

કચીગામ ચેકપોસ્ટ પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી

કચીગામ ચેકપોસ્ટ પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૧૫ ઃ કચીગામ ચેકપોસ્ટ નજીક આવેલી ઍક બિલ્ડિંગમાંથી અંદાજે ૩૫થી ૪૫ વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં કચીગામ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવી તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક દૃષ્ટિઍ મોત અંગે શંકાસ્પદ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હત્યાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃતકનું મોત કયા કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

હાલ કચીગામ પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ મેળવવા તેમજ ઘટનાની હકીકત જાણવા માટે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્ના છે.