Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

દમણની ઍમ્બ્યુલન્સ દાદરા ચેકપોસ્ટ પાસે પલટી ગઈ

દમણની ઍમ્બ્યુલન્સ દાદરા ચેકપોસ્ટ પાસે પલટી ગઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૫ ઃ દાદરા ચેકપોસ્ટ નજીક ગઈકાલે રાત્રે ઍમ્બ્યુલન્સ પલટી જવાની ઘટના બની હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. 

પ્રા માહિતી મુજબ ગઈકાલે રાત્રે ૯ઃ૩૦ કલાકે દમણથી ઍક દર્દીને સેલવાસની નમો હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન દાદરા ચેકપોસ્ટ પાસે સામેથી આવતા કોઈ વાહનની તીવ્ર હેડલાઈટ આંખમાં પડતા ઍમ્બ્યુલન્સ ચાલકે સમતુલન ગુમાવ્યું હોવાની ચર્ચા છે.

હેડલાઈટના અંજામણને કારણે ચાલકને રસ્તો સ્પષ્ટ દેખાયો ન હતો અને ઍમ્બ્યુલન્સ રોડની બાજુમાં પલટી મારી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા થઈ ન હતી.