Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ત્રણ દિવસે મોરાઈ રેલ્વે ઓવરબ્રિજ ખુલ્યો

ત્રણ દિવસે મોરાઈ રેલ્વે ઓવરબ્રિજ ખુલ્યો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ  વાપીના અતિ વ્યસ્ત મોરાઈ રેલ્વે ઓવરબ્રિજને પડ્ઢિમ તરફના સ્લેબ અને ઍપ્રોચ રોડના સમારકામ માટે ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો, જે આજે સોમવારે કામ પૂર્ણ થતાં ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બ્રિજ હાઈવેથી શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે, જ્યાંથી રોજ હજારો ફોરવ્હીલર, બાઈક અને માલવાહક વાહનો પસાર થાય છે. બ્રિજ બંધ રહેતા છેલ્લા ત્રણ દિવસથી વાહનચાલકોને ફરજિયાત બલીઠા અંડરપાસ તરફ ફંટાવું પડ્યું હતું, જેના કારણે ત્યાં ટ્રાફિકનું ભારે ભારણ અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.