Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીમાં બુધવારે સંવત્સરી પર પારણાં

વાપીમાં બુધવારે સંવત્સરી પર પારણાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે વાપીના વિવિધ જૈન સંઘોમાં સેંકડો આરાધકો તપ કરી રહ્ના છે.
વાપી ટાઉનમાં ભૈરવ ધામ જૈન સંઘ, અજિતનાથ દેરાસર જૈન સંઘ, શાંતિનાથ સંઘ, જીઆઈડીસીમાં તેરાપંથ જૈન સંઘ, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સહિત વિવિધ ફિરકાઓમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ ૮ દિવસથી લઈ ૧૬ દિવસ અને વર્સીતપની કઠિન આરાધના કરી રહ્ના છે. કેટલાક આરાધકો અઠ્ઠમ, છઠ્ઠ અને ઉપવાસની તપસ્યા કરી રહ્ના છે. દેરાસરોમાં પ્રવચન, પ્રતિક્રમણ અને ભક્તિનો માહોલ છવાયો છે. બુધવારે સંવત્સરી મહાપર્વ નિમિત્તે ભવ્ય વરઘોડા કાઢવામાં આવશે અને ત્યારબાદ તપસ્વીઓ પારણાં કરશે.