Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી રામદેવપીર મંદિરે ૧૨ ગામોના ભક્તો પગપાળા પહોîચ્યા

વાપી રામદેવપીર મંદિરે ૧૨ ગામોના ભક્તો પગપાળા પહોîચ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૩ ઃ વાપીમાં ભાદરવી બીજના પાવન દિવસે રામદેવપીર મહારાજની જન્મજયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. નામધા-રોફેલ કોલેજ રોડ ઉપર આવેલા રામદેવપીર મંદિર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વાપી તેમજ આસપાસના ગામોમાંથી ભક્તો પગપાળા સંઘના સ્વરૂપે ધજા લઈને મંદિરે પહોંચ્યા હતા અને ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી ભાદરવી બીજના દિવસે રામદેવપીરના ભક્તો દ્વારા પગપાળા સંઘ કાઢવાની પરંપરા જળવાઈ રહી છે. આ વર્ષે પણ ઉદવાડા, પરિયા, છીરી, ભીમપોર, દલવાડા, સોમનાથ, દમણ સહિત વાપી જીઆઈડીસી વિસ્તારમાં વસતા રામદેવપીરના ભક્તો મોટી સંખ્યામાં પગપાળા સંઘ સ્વરૂપે મંદિરે પહોંચ્યા હતા.
વહેલી સવારથી ભક્તો હાથમાં ધજા લઈને વાપીના મુખ્ય માર્ગો પરથી પસાર થતા જોવા મળ્યા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે જય રામદેવપીરના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોઍ મંદિર ખાતે ધજા ચડાવી બાબા રામદેવપીરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પગપાળા સંઘના કારણે વાપીના મુખ્ય માર્ગો પર વહેલી સવારથી જ ધાર્મિક માહોલ સર્જાયો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.