Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ગણદેવીના ખાપરીયામાંથી દારૂ સાથે ઍક ઝડપાયો

ગણદેવીના ખાપરીયામાંથી દારૂ સાથે ઍક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૩ ઃ ગણદેવીના ખાપરીયા પાટીદાર મહોલ્લામાં રહેતા અશોક ઈશ્વરભાઈ પટેલ (ઉં.વ. ૫૧)ના રહેણાંક મકાને પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. તપાસ દરમિયાન મહારાષ્ટ્ર અને દમણની ડ્યુટી ફ્રી શોપમાંથી લાવી ગેરકાયદે સંગ્રહિત કરાયેલી રૂ.૫,૪૪,૨૬૯ની કિંમતની ૫૮ વોડકા બોટલ તથા ૧૨૦ ટીન બિયર મળી કુલ ૧૭૮ નંગ વિદેશી દારૂ તેમજ રૂ.૩૦,૦૦૦નો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૫,૭૪,૨૬૯નો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી અશોક પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે અંગે બીલીમોરા પીઆઈ ઍ.ઍસ. સરવૈયા વધુ તપાસ ચલાવી રહ્ના છે.