Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

છીરીમાં રસ્તે ચાલતા રાહદારીનો મોબાઈલ છીનવાયો

છીરીમાં રસ્તે ચાલતા રાહદારીનો મોબાઈલ છીનવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૧ ઃ નાનાપોંઢાના લાલારાતા ગુલાબનગરમાં રહેતા અને મૂળ બિહારના બાંકા જિલ્લાના ૨૫ વર્ષીય કન્હૈયા સુબોધ શાહે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તે વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝની વેલસન કંપનીમાં પ્રાઈવેટ નોકરી કરે છે. તા. ૨૫ ઓગસ્ટ રાત્રે ના રોજ રાત્રે નોકરી પરથી ઘરે પરત ફરતી વખતે ૧૦ઃ૩૦ વાગ્યે હનુમાન મંદિર સામે રોડ પર તે તેની માતા સાથે ફોન પર વાત કરતો જતો હતો, ત્યારે પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોઍ તેના હાથમાંથી બ્રાઉન કલરનો ઓપો ખ્૫ ભ્શ્વં મોડલનો મોબાઈલ કિંમત રૂ.૧૦ હજાર આંચકી ફૂલ સ્પીડમાં ભાગી ગયા હતા. તેણે તા. ૯ સપ્ટેમ્બરે ઈ-ફરિયાદ અરજી કરી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.