Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી જે-ટાઈપ રેલ્વે બ્રિજ માટે ટ્રેક ઉપર સ્પાન ગોઠવાશે

વાપી જે-ટાઈપ રેલ્વે બ્રિજ માટે ટ્રેક ઉપર સ્પાન ગોઠવાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૧ ઃ  વાપીના જે-ટાઈપ રેલ્વે ઓવરબ્રિજનું મહિનાઓથી અટકેલું સૌથી મહત્વનું કામ આજે શનિવારે રાત્રે પૂર્ણ થવા જઈ રહ્નાં છે. રેલ્વે ટ્રેક ઉપર સ્પાન ગોઠવવા માટે રેલ્વે તંત્ર દ્વારા રાત્રે ૯ થી ૧૧ વાગ્યા સુધી બે કલાકનો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન અપ અને ડાઉન ટ્રેક પર ટ્રેનોની અવરજવર રોકીને ક્રેનની મદદથી વિશાળ ગર્ડર ગોઠવવાની કામગીરી હાથ ધરાશે. આ ઓવરબ્રિજ વાપીના ઉદ્યોગનગર વિસ્તારને નામધા, રિંગરોડ અને દમણને જોડતો સૌથી મહત્વનો બ્રિજ છે. બ્રિજ કાર્યરત થતા રોજ હજારો વાહનચાલકો, ખાસ કરીને ઉદ્યોગોના કામદારો અને દમણ તરફ જતા પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને ટ્રાફિકનું ભારણ ઘટશે. બ્લોકને કારણે કેટલીક પેસેન્જર ટ્રેનો મોડી પડવાની શક્યતા છે.