Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી પાસે ટ્રેનમાં યાત્રીનો ફોન ચોરાયો

વાપી પાસે ટ્રેનમાં યાત્રીનો ફોન ચોરાયો


વાપી, તા.૧૧ ઃ મુંબઈથી અમદાવાદ ટ્રેન નં. ૨૨૯૪૭ના જનરલ કોચમાં મુસાફરી કરી રહેલા તેજસ સંજયભાઈ દરજી (ઉ.વ.૨૯, રહે. મુંબઈ) નો મોબાઈલ ફોન ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી મુંબઈથી અમદાવાદ જઈ રહ્ના હતા ત્યારે વાપી રેલ્વે સ્ટેશને તેમણે પોતાનો વન પ્લસ કંપનીનો ગ્રીન કલરનો રૂ. ૩૫૦૦૦ ની કિંમતનો મોબાઈલ ર્ચાજિંગમાં મૂક્યો હતો. વલસાડ સ્ટેશન પાસે પહોંચતા ધ્યાન જતા ફોન ગાયબ હતો. અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી હોવાની ફરિયાદ તેમણે મુંબઈ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં ૦ નંબર જ્ત્ય્ થી કરી હતી, જે ટ્રાન્સફર થઈને ડુંગરા પોલીસ મથકે આવી છે.