Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

અતુલમાં મોબાઈલ હેક કરી કોન્ટ્રાક્ટરના બેંક ખાતામાંથી રૂ. ૯૮ હજારની છેતરપિંડી

અતુલમાં મોબાઈલ હેક કરી કોન્ટ્રાક્ટરના બેંક ખાતામાંથી રૂ. ૯૮ હજારની છેતરપિંડી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ કલ્યાણ મહારાષ્ટ્રના કલ્યાણ શાહપુર યાત્રાઍ ગયેલા  અતુલ ફર્સ્ટ ગેટ  ભોળાનગરમાં રહેતા અને ૪૨ વર્ષીય  ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરના  અલગ અલગ બેન્કમાંથી ૯૮ હજાર રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવતા ચોકી ગયો હતો.
 મૂળ રહે  સુરતના પાલનપુર  ભક્તિધર્મ ટાઉનશીપ અને હાલ અતુલ ફર્સ્ટગેટ ભોળાનગરમાં   મનન શૈલેષભાઈ શાહ ઉં.વ. ૪૨   રહે છે. મનનભાઈ શાહ પરિવાર સાથે મહારાષ્ટ્રના કલ્યાણ-શાહપુર  યાત્રાઍ ગયા હતા
ત્યારે તેમના મોબાઇલ પર ઍક્સિસ બેંકમાંથી રૂ. ૯૦,૦૦૦ અને કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ. ૮,૦૦૦ ઉપડી ગયા હોવાના મેસેજ આવ્યા હતા. ગભરાઈ ગયેલા મનન ઍ તાત્કાલિક બંને બેંકોના કસ્ટમર કેરમાં કોલ કરી વ્યવહારો બ્લોક કરાવ્યા હતા તેમજ મોબાઇલ ફોર્મેટ કર્યો હતો. જોકે મોબાઇલ ચાલુ થતાં જ ઓટોમેટિક પ્રોસેસ થવા લાગી હતી અને મોબાઇલ હેક થઈ ગયો હોવાની શંકા જતાં તેમણે સિમકાર્ડ બંધ કરાવી સાયબર ક્રાઈમ હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ બેંક સ્ટેટમેન્ટ કઢાવતાં સામે આવ્યું હતું કે ઠગે ઍક્સિસ બેંક અને કોટક બેંકમાંથી કેનેરા બેંક  માંથી  કુલ ૯૮,૦૦૦ ટ્રાન્સફર કરી લેતા વલસાડ સાયબર  ક્રાઇમમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે.