Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વલસાડની સિયાઍ રાજય કક્ષાની કૂડો સ્પર્ધામાં બે રજત પદક મેળવ્યા

વલસાડની સિયાઍ રાજય કક્ષાની કૂડો સ્પર્ધામાં  બે રજત પદક મેળવ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડની પ્રતિભાશાળી કુમારી સિયા જી. દુબેઍ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, સુરત માં  યોજાયેલી ૧૪મી ગુજરાત રાજ્ય કૂડૉ સ્પર્ધા ૨૦૨૬–૨૭માં શાનદાર પ્રદર્શન કરીને બે રજત પદકો મેળવી  પરિવાર,વલસાડ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ઙ્કલ્દ્દફૂફૂશ્ર ર્પ્ીઁ ંશ્ ત્ઁફુર્જ્ઞ્ીઙ્ખ  વિસ્પી ખરાડી, અનેક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક તથા પ્રખ્યાત ફિટનેસ, સ્ટ્રેન્થ અને માર્શલ-આર્ટ્સ નિષ્ણાતે સિયાને રજત પદક અર્પણ કરી સન્માનિત અને પ્રોત્સાહિત કરી હતી. કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ અને શુભેચ્છાઓઍ યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ખેલાડીઓના આત્મવિશ્વાસ, શિસ્ત, દૃઢ નિડ્ઢય અને સ્પર્ધાત્મક ભાવનાની પ્રશંસા કરી હતી. વિસ્પી ખરાડી અને હર્ષ સંઘવી દ્વારા સિયા જી. દુબેને આપવામાં આવેલ સન્માન અને શુભાશીર્વાદ તેમના રમતગમતના જીવનની ઍક પ્રેરણાદાયી સ્મૃતિ બની રહેશે. સિયા, તમારી મહેનત અને દૃઢ સંકલ્પ તમને સતત નવી ઊંચાઈઓ સુધી લઈ જાય. ભવિષ્યમાં તમે વધુને વધુ પદકો જીતીને વલસાડ અને ગુજરાતનું નામ રોશન કર ઍવી શુભેચ્છા  અભિનંદન અને ઉજ્જવળ રમતગમતના ભવિષ્ય માટે અનંત શુભેચ્છાઓ પાઠવી હતી.