Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ઉમરગામમાં ભાજપ મંડળની કાર્યશાળા યોજાઈ

ઉમરગામમાં ભાજપ મંડળની કાર્યશાળા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘૨૫ વર્ષ સેવા અને સમર્પણ’ અંતર્ગત સેવા પ્રવૃત્તિઓ જનજન સુધી પહોંચાડવા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સેવા-સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ને સફળ બનાવવા ઉમરગામ તાલુકા તથા શહેર ભાજપની સંયુક્ત મંડળ કાર્યશાળા યોજાઈ હતી. ઉમરગામ ખાતે યોજાયેલી આ કાર્યશાળા વલસાડ જિલ્લા અભિયાન ઇન્ચાર્જ શિલ્પેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મુખ્ય મહેમાન તરીકે શિલ્પેશભાઈ દેસાઈ તેમજ વક્તા તરીકે ફાલ્ગુનીબેન મહારાજ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યશાળામાં અભિયાન અંતર્ગત યોજાનારી વિવિધ સેવા પ્રવૃત્તિઓ અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યશાળામાં તાલુકા પ્રભારી મુકેશભાઈ તિવારી, ઉમરગામ શહેર પ્રભારી પરેશભાઈ દેસાઈ, તાલુકા મંડળ પ્રમુખ ડો. નિરવ શાહ અને શહેર મંડળ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા સહિત સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો-મહામંત્રીઓ, ત્વ્, સોશિયલ મીડિયા તથા મીડિયા ટીમના કાર્યકરો અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. બેઠક દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત હાથ ધરાનારી સેવા પ્રવૃત્તિઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા, જનભાગીદારી વધારવા તેમજ વિવિધ કાર્યક્રમોનું સુચારુ આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકરોને અભિયાનને સફળ બનાવવા અને સેવા પ્રવૃત્તિઓ દ્વારા સમાજના વધુમાં વધુ લોકો સુધી પહોંચવા આહ્વાન કરવામાં આવ્યું હતું.