Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ઉમરગામની મોટી ગ્રામ પંચાયતોમાં ભૂગર્ભ ગટર યોજના માટે રજૂઆત ફળી

ઉમરગામની મોટી ગ્રામ પંચાયતોમાં ભૂગર્ભ ગટર યોજના માટે રજૂઆત ફળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૦ ઃ સંજાણ, સરીગામ, ખતલવાડ, સોળસુબા સહિત ઉમરગામ તાલુકાની મોટી ગ્રામ પંચાયતોમાં ભૂગર્ભ ગટર યોજનાનો લાભ મળે તે માટે ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રભારીમંત્રી નરેશભાઈ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી. રજૂઆતને પગલે પ્રભારીમંત્રીઍ ગાંધીનગરથી જિલ્લા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરી ઝડપથી કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. ધારાસભ્યના જણાવ્યા મુજબ ઝ઼ઝ઼બ્ કક્ષાઍ ઍજન્સી નક્કી કરી કામગીરી સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે.
તાલુકાની આશરે ૭ મોટી ગ્રામ પંચાયતોમાં ૧.૫૦ લાખથી વધુ લોકોને ભૂગર્ભ ગટર સુવિધાનો લાભ મળવાની શક્યતા છે.