Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીના હાર્દિક જોશી કરાટે ઍકેડેમીના ૩૧ વર્ષ થયા

વાપીના હાર્દિક જોશી કરાટે ઍકેડેમીના ૩૧ વર્ષ થયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ  વાપીના હાર્દિક જોશી ઍ વર્ષ ૧૯૯૫માં માત્ર ૩ વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી  કરાટે ઍકેડેમીઍ કરાટે અને સ્વરક્ષણ ક્ષેત્રે ૩૧ વર્ષની ગૌરવપૂર્ણ સફર પૂર્ણ કરી છે. આ ત્રણ દાયકાથી વધુની સફરમાં ઍકેડેમીના સ્થાપક હાર્દિક જોશીઍ ૩.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને કરાટે તથા સ્વરક્ષણની તાલીમ આપી છે. વાપી ના હાર્દિક જોશીનું કરાટે પ્રત્યેનું સમર્પણ માત્ર રમત પૂરતું સીમિત રહ્નાં નથી. કરાટેના માધ્યમથી બાળકો અને યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ, સ્વરક્ષણની ક્ષમતા, માનસિક મજબૂતી અને સારા સંસ્કારો વિકસે તે તેમનું સતત વિઝન રહ્નાં છે. હાર્દિક જોશીના પ્જ્ઞ્સ્ન્સ્ન્જ્ઞ્ંઁ ધ્જ્ઞ્ણૂત્ત્ ર્ણુણૂત્ત્! અભિયાન અંતર્ગત હજારો દીકરીઓ અને મહિલાઓને નિઃશુલ્ક સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે. આ અભિયાનનો હેતુ માત્ર કરાટે શીખવવાનો નહીં, પરંતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ જગાવી તેમને પોતાની સુરક્ષા માટે સક્ષમ અને સશક્ત બનાવવાનો રહ્ના છે. આ પહેલથી અનેક દીકરીઓઍ આત્મરક્ષણની સાથે જીવનમાં હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણા મેળવી છે.

હાર્દિક જોશીઍ કરાટેને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. માનસિક અને શારીરિક રીતે પડકારજનક વિદ્યાર્થીઓને પણ કરાટેની તાલીમ આપવામાં આવી છે. આવા અનેક વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તાલીમ આપી બ્લેક બેલ્ટ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ પહેલ દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો છે કે યોગ્ય તક, તાલીમ અને પ્રોત્સાહન મળે તો દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા સાબિત કરી  હાર્દિક જોશી ઍ ૩૧ વર્ષની સફરમાં  ૫૫૦થી વધુ વર્લ્ડ ક્લાસ બ્લેક બેલ્ટ તૈયાર કર્યા છે. તેમાંથી અનેક બ્લેક બેલ્ટ ધારકો આજે કરાટે કોચ બની નવી પેઢીને તાલીમ આપી રહ્ના છે અને ઍકેડેમીના વિઝન તથા મિશનને આગળ ધપાવી રહ્ના છે.

હાર્દિક જોશી માટે કરાટે માત્ર તાલીમ નથી, પરંતુ જીવનનું મિશન અને સમર્પણ છે. માત્ર ૩ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સંસ્થા આજે ૩.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓના જીવનને સ્પર્શી ચૂકી છે. ઍકેડેમીના અનેક પૂર્વ વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્ના છે, જ્યારે ઘણા વિદ્યાર્થીઓ પોતે પણ કરાટે અને સ્વરક્ષણનું જ્ઞાન નવી પેઢી સુધી પહોંચાડી રહ્ના છે.