Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

માલનપાડા મોડેલ સ્કૂલના દિપાલીબેન ચુડાસમાને વલસાડ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ ઍનાયત

માલનપાડા મોડેલ સ્કૂલના દિપાલીબેન ચુડાસમાને વલસાડ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ ઍનાયત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોîઢા, તા. ૧૦ ઃ  રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૮મી જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી.શિક્ષક દિન ઉજવણી અવસરે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ,  જિલ્લા કલેકટર નિતીન સાંગવાન, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિતના પદાધિકારીઓ દ્વારા જિલ્લા તેમજ તાલુકા કક્ષાના નવ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું. જેમાં મોડેલ સ્કૂલ માલનપાડા ના શિક્ષિકા દિપાલીબેન પ્રવિણભાઈ  ચુડાસમાને કનુભાઈ દેસાઈ દ્વારા વલસાડ જિલ્લાના માધ્યમિક વિભાગના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા,  જે શાળા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ હતી. આ ઉપરાંત શાળાના શિક્ષિકા મીરાબેન ઍચ. ગોળકિયા,  મહેન્દ્રકુમાર યુ. પટેલ તથા દિપાલીબેન પી. ચુડાસમાનું સતત ત્રણ વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૬ સુધી લ્લ્ઘ્ બોર્ડની પરીક્ષામાં પોતાના વિષયનું ૧૦૦ ટકા પરિણામ મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.આ ગૌરવ માટે શાળાના આચાર્ય ડૉ. વર્ષાબેન બી. પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતાં. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રીબેન ટંડેલે આ સન્માન માટે ખૂબ ખૂબ શુભેરછાઓ પાઠવી હતી.