Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ધરમપુર પોલીસની આયોજકોને ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજવા સૂચના

ધરમપુર પોલીસની આયોજકોને ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજવા સૂચના


ધરમપુર, તા. ૧૦ ઃ ગણેશ ચતુર્થીના પર્વને અનુલક્ષીને ધરમપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખ્લ્ભ્ સંદીપ ટી.ના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિના સભ્યો તથા ગણેશ મહોત્સવના આયોજકોની બેઠક યોજાઈ હતી. ધરમપુર પોલીસ સ્ટેશનના ભ્ત્ નિખિલ ભોયાઍ જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવ દરમિયાન ઝ઼થ્ પર વલ્ગર અથવા અશ્લીલ ગીતો વગાડવામાં આવશે તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાય તો ઝ઼થ્ જ પણ કરવામાં આવી શકે છે. વધુમાં ગણેશજીના આગમન તથા વિસર્જનના રૂટ પર હોસ્પિટલ સહિતના સંવેદનશીલ સ્થળો આવેલા હોય ત્યાં ઝ઼થ્ બંધ રાખવા આયોજકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.  બેઠકમાં ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંક મોદી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અમિત ચોરેરા, શહેર મહામંત્રી અક્ષય ચૌધરી, જીગ્નેશ કાપડી, પાલિકા સભ્યો સમીપ રાંચ અને નરેશ પટેલ, ફહદ બાહનાન, તાલુકા કોંગ્રેસ મહામંત્રી મુફિદ પઠાણ સહિત વિવિધ ગણેશ મંડળોના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.