Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીમાં શ્રીજીની વિસર્જન યાત્રા કરતાં આગમન યાત્રા મોંઘી બની

વાપીમાં શ્રીજીની વિસર્જન યાત્રા કરતાં આગમન યાત્રા મોંઘી બની


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપી અને આસપાસના વિસ્તારોમાં ગણેશ ચતુર્થીના પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્ના છે. સમગ્ર દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે. વર્ષોથી ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના તેમજ મૂળ નક્ષત્રમાં ગૌરી-ગણેશજીની સ્થાપનાની પરંપરા ચાલી આવે છે. જોકે હવે મહારાષ્ટ્રની જેમ ગુજરાતના નાના શહેરો અને વાપી પંથકમાં પણ ગણેશજીની વિસર્જન યાત્રા કરતાં આગમન યાત્રા વધુ ખર્ચાળ બનતી જાય છે. વાપી ના અનેક  વિસ્તારોમાં આવેલા ગણેશ મંડળ જેવા કે કાશી મિત્ર મંડળ ,ઍકતા મિત્ર મંડળ, દેસાઈવાડ મિત્ર મંડળ, શંભુ સેના જીઆઇડીસી વાપી, મહાદેવ સેના હરિયા પાર્ક ડુંગરા, અચાનક મિત્ર મંડળ જીઆઇડીસી ગુંજન, જેવા અનેક મંડળો ગણેશજીની પ્રતિમાને સ્થાપના સ્થળ સુધી લાવવા માટે અનેક કિલોમીટર લાંબી આગમન યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રામાં હાઈફાઈ ડીજે, નાસિક ઢોલ, લેઝર લાઇટ ડાન્સ, ફટાકડા તેમજ વિશાળ વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આયોજકોનો ખર્ચ પણ સતત વધી રહ્ના છે. બીજી તરફ, ભારે અવાજવાળા ડીજેના કારણે યાત્રાના માર્ગની આસપાસ રહેતા લોકો, વૃદ્ધો, બાળકો તથા અન્ય નાગરિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ગણેશજીની ભક્તિ અને ઉત્સવની ઉજવણી સાથે પર્યાવરણ અને જાહેર જનતાની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ખાસ કરીને ડીજેના અવાજના નિયત ધોરણોનું પાલન થાય અને ધ્વનિ પ્રદૂષણ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્ના છે.