Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી મનપા ખાતે પશુ માલિકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

વાપી મનપા ખાતે પશુ માલિકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


વાપી, તા.૦૯ ઃ વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઍન.ઍફ. ચૌધરીની અધ્યક્ષતામાં આજે મનપા કચેરી ખાતે શહેરના પશુ માલિકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરમાં જાહેર સલામતી, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા તેમજ મહાનગરપાલિકાના નિયમોનું પાલન કરવા પશુ માલિકોને સૂચના આપવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરે પશુપાલકોને પોતાના પશુઓની ફરજિયાત નોંધણી અને જરૂરી લાયસન્સ કરાવવા તેમજ પશુઓની ઓળખ માટે ટેગિંગ કરાવવા જણાવ્યું હતું. ઉપરાંત પશુઓને જાહેર માર્ગો, બજારો કે અન્ય જાહેર સ્થળોઍ રખડતા ન મુકવા અને તેમની યોગ્ય દેખરેખ તથા સારસંભાળ રાખવા અપીલ કરી હતી.
જાહેર માર્ગો પર રખડતા પશુઓને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડવાની સાથે અકસ્માતનું જોખમ રહે છે. તેમજ પશુઓ દ્વારા રસ્તા પર ગંદકી ન ફેલાવે તેમજ વાપી મનપા વિસ્તારમાં રહેલી ખેતી ના ખેતરોના ઉભા પાકમાં રખડતા પશુઓ દ્વારા કરવામાં આવતો બગાડ અંગે તેની કાળજી રાખવા પણ પશુ માલિકોને સૂચના આપવામાં આવી હતી.