Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

સેલવાસમાં હિન્દી પખવાડિયા અંતર્ગત હિન્દી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

સેલવાસમાં હિન્દી પખવાડિયા અંતર્ગત હિન્દી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ


સેલવાસ, તા.૦૯ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા હિન્દી પખવાડિયા અંતર્ગત સેલવાસ જિલ્લા સચિવાલયના સભાખંડમાં હિન્દી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રશાસનના વિવિધ વિભાગો ઉપરાંત શાળાઓ અને મહાવિદ્યાલયોના પ્રતિભાગીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત રાજભાષા વિભાગનાં ડૉ. અનિતા કુમારે ઉપસ્થિત મહેમાનો અને પ્રતિભાગીઓનું સ્વાગત કરી હિન્દી પખવાડિયાની ઉજવણીના હેતુ અંગે પોતાના વિચારો રજૂ કરીને કરી હતી. ત્યારબાદ સ્પર્ધાના નિર્ણાયક મંડળમાં સામેલ શિવ પ્રકાશ મેમોરિયલ સ્કૂલનાં આચાર્યા ડૉ. પ્રમિલા ઉપાધ્યાય, ઍલઆઈસીનાં પૂર્વ રાજભાષા અધિકારી પિંકી ખિમનાની તથા જાણીતા કવિ અને લેખક શ્રી રાકેશ રાયનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કવિ અને લેખક રાકેશ રાયે હિન્દી ભાષા પ્રત્યે પોતાના વિચારો વ્યક્ત કરી કાવ્યપઠન કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. સહાયક નિયામક (રાજભાષા) ડૉ. અનિલ કૌશિકે હિન્દી ભાષાના વધુમાં વધુ ઉપયોગ માટે સૌને પ્રોત્સાહિત કરી પ્રતિભાગીઓને શુભેચ્છા પાઠવી હતી.