Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ડુંગરાની પ્લાસ્ટ ઈન્ડિયા ઈન્ટરનેશનલ યુર્નિ.નો સ્થાપના દિવસ ઉજવાયો

ડુંગરાની પ્લાસ્ટ ઈન્ડિયા ઈન્ટરનેશનલ યુર્નિ.નો સ્થાપના દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૭ ઃ વાપી ડુંગરા સ્થિત પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના સ્થાપના દિવસ, શિક્ષક દિન તથા ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાની સ્મૃતિમાં રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, મ્યુઝિક, સ્પીચ, પોઍટ્રી અને ડ્રામા સહિતની વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. પ્રોજેક્ટ ઇનચાર્જ મનન શેઠે યુનિવર્સિટીની બે વર્ષની સફરની માહિતી આપી હતી. ઇનચાર્જ રજિસ્ટ્રાર વિરલ વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્લાસ્ટઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત નોન-પ્રોફિટ યુનિવર્સિટીમાં હાલમાં ઇજનેરી અભ્યાસક્રમો ચાલી રહ્ના છે અને આગામી સમયમાં મેનેજમેન્ટના કોર્સ શરૂ કરાશે. જરૂરિયાતમંદ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. મુખ્ય અતિથિ વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલે ઉપસ્થિત રહી યુનિવર્સિટીના ઉજ્જવળ ભવિષ્ય અને વિદ્યાર્થીઓની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં કિરણ પાટીલ, વિરલ વૈષ્ણવ, મનન શેઠ સહિત અધ્યાપકો, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતાં.