Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ઉમરસાડી માછીવાડમાં શ્રી માછી મહાજન પંચના હોદ્દેદારોની વરણી કરાઈ

ઉમરસાડી માછીવાડમાં શ્રી માછી મહાજન પંચના હોદ્દેદારોની વરણી કરાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૮ ઃ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં પવિત્ર શ્રાવણમા સાંસ્કૃતિક હોલમાં શ્રી માછી મહાજન પંચના નવા હોદ્દેદારોની વરણી તથા વર્ષ ૨૦૨૫ ૨૬ ના વાર્ષિક હિસાબ માટેની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. સભાની શરૂઆત કરતાં પહેલા ગામમાં દેવલોક પામેલ વ્યક્તિઓ માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યાર બાદ ગામમાંથી હાલમાં નવા નિમાયેલ તાલુકા પંચાયતના સભ્ય હિતેશ સી. ટંડેલને શ્રી માછી મહાજન પંચ દ્વારા બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિતેશભાઈ ઍ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી માછી મહાજન પંચના ખજાનચીશ્રી દલપતભાઈ ડી. ટંડેલે સભા સમક્ષ વાર્ષિક હિસાબ અને અહેવાલ પ્રસ્તૃત કર્યો હતો. અહેવાલમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન જણાતા સર્વાનુમતે ઍને બહાલી આપવામાં આવી હતી. શ્રી માછી મહાજન પંચ ઉમરસાડી માછીવાડ ગામમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે નીચે મુજબ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે ક્રિષ્નાભાઈ વી. ટંડેલ ભરકલી સ્ટ્રીટ ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ ડી. ટંડેલ  સ્કૂલ સ્ટ્રીટ  સેક્રેટરી અશોકભાઈ ઍન. ટંડેલ ટી.વી. સ્ટ્રીટ  જોઈન્ટ સેક્રેટરી જગદીશભાઈ ઍ. મિસ્ત્રી  વાણિયા ફળિયા  ખજાનચી દલપતભાઈ ડી. ટંડેલ  ન્યૂ વિજય સ્ટ્રીટ જ્યારે  મંદિર કમિટીના પ્રમુખ  રામચંદ્રભાઇ ઍમ. ટંડેલ  કસ્ટમ સ્ટ્રીટ  અને ઉપપ્રમુખ  હિતેશભાઈ સી. ટંડેલ. સ્કૂલ સ્ટ્રીટ  આમ ઉપરોક્ત તમામ હોદ્દેદારોઍ માછી મહાજન પંચની કમાન સંભાળી લીધી હતી. ચૂંટાયેલ તમામ હોદ્દેદારોઍ મેમ્બર્સ ભાઈઓ અને સભામાં  ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરી વર્ષ  ૨૦૨૬  ૨૭ ના વર્ષ માટે તન, મન, ધનથી કર્તવ્ય  કર્મનિષ્ઠ બની સમાજની સેવા કરીશ. પ્રમુખના પ્રસંગિક ઉદબોધન બાદ રાષ્ટ્રગાન સાથે સભા બરખાસ્ત કરવામાં આવી હતી.