Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

આમધરાની ડેરીમાં દૂધ લેવાની ના પાડતાં હુમલો

આમધરાની ડેરીમાં દૂધ લેવાની ના પાડતાં હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૭ ઃ  ચીખલી તાલુકાના આમધરા ગામ મોટી કોળી વાડ ખાતે મહિલા સંચાલિત દૂધ મંડળીની ડેરીમાં મંત્રી તરીકે ફરજ બજાવતી મીનાબેન પટેલે ગામમાં રહેતા હસમુખભાઈ રવજીભાઈ કોળી પટેલે ઍક વર્ષ પહેલા દુધના ફેટ બાબતે બોલાચાલી કરી ઝઘડો કરેલ જેના કારણે હસમુખભાઈ પટેલનું ડેરીમાં દૂધ લેવાનું બંધ કરી દીધું હતું જે અદાવત રાખી ડેરીની મંત્રી મીનાબેન પટેલ ના પતિ બળવંતભાઈ મંગાભાઈ કોળી પટેલ રવિવારે સાંજના સમયે ડેરીમાં કામ પતાવીને રોડ ઉપર ઉભા હતા તે દરમિયાન હસમુખભાઈ કોળી પટેલે જણાવેલ કે મારું ડેરીમાં દૂધ લેવાનું કેમ બંધ કરી દીધું છે જે અદાવત રાખી હસમુખભાઈ પટેલે બળવંતભાઈ ને હાથમાં રાખેલ લાકડા ના સપાતા મારી દેતા બળવંતભાઈ ને કાનના ભાગે ઇજા પહોંચી હતી. અને મને કેમ મારો છો ઍમ કહેતા હસમુખભાઈઍ લાકડાના સપાતા મારવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાન ગામના ઍક યુવાન વચ્ચે પડી હસમુખભાઈ પટેલને ઘરે લઈ ગયા હતા. ઇજા પામેલ બળવંતભાઈ પટેલને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત વર્તાઈ હતી.