Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

પારડી બ્રહ્મકુમારી વિશ્વ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વ ઉજવાયું

પારડી બ્રહ્મકુમારી વિશ્વ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વ ઉજવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૭ ઃ પારડી ખાતે બ્રહ્મકુમારી વિશ્વ વિધાલય દ્વારા જન્માષ્ટમી મહોત્સવ રાખવામાં આવ્યો હતો. આ ઉત્સવ માં શ્રી કૃષ્ણ ભગવાન ને લગતી વિવિધ કૃતિઓ નાની નાની બાલિકાઓ દવારા રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિક મંડળ કિલ્લા પારરડીઍ ખૂબ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ માં મંડળના પ્રમુખ નરેશભાઇ કે. દેસાઇ ઍ શ્રી કૃષ્ણ ભગવાન ના જન્મ અંગે ખૂબ જ ભાવવિભોર મનનીય ઉદ્બબોધન કર્યું હતું. મંડળના મંડળના મંત્રી પ્રફુલ્લભાઇ લાડ જયંતિભાઇ પ્રજાપતિ અને યોગગુરુ બાલુભાઇઍ પણ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.  કાર્યક્રમ ના અંતે મટકી ફોડવાનો પ્રસંગ રાખી બ્રહમાકુમારી બહેનો દવારા સાંસ્કૃતિક કૃતિઓમાં ભાગ લેનાર તમામ બાલિકાઓને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા.