Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

નામધામાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો

નામધામાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ રાષ્ટ્રીય યદુવંશી સેવા સંઘ, વાપી દ્વારા  રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ નામધા ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની  ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના સાનિધ્યમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહ્ના હતા.
કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ત્ખ્ના પ્રમુખ તથા વાપી મહાનગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સતીશભાઈ પટેલ, વાપી મહાનગર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ, ભાજપ વલસાડ જિલ્લાના આર્થિક સેલના સંયોજક મહેશભાઈ ભટ્ટ, ઉદ્યોગપતિ શ્યામલાલ યાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા.
આ પ્રસંગે  કનુભાઈ દેસાઈઍ ભગવાન શ્રીકૃષ્ણના જીવન, કર્મયોગ અને તેમના આદર્શ વિચારો અંગે ધાર્મિક તેમજ સામાજિક માર્ગદર્શન આપ્યું હતું. તેમના પ્રેરણાદાયી વક્તવ્યથી ઉપસ્થિત સૌ ભાવવિભોર થયા હતા.
રાષ્ટ્રીય યદુવંશી સેવા સંઘ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર શંકર યાદવ તથા હોદ્દેદારો જિત્તન યાદવ, પંકજ યાદવ, ડૉ. રમેશભાઈ યાદવ, અચ્છેલાલ યાદવ, શિવચંદ યાદવ, અવધેશ યાદવ સહિતના હોદ્દેદારોઍ કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું.