Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ગુંદલાવની લક્ષ્મીબા પ્રા. શાળામાં જન્માષ્ટમી ઉજવાઈ

ગુંદલાવની લક્ષ્મીબા પ્રા. શાળામાં જન્માષ્ટમી ઉજવાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ નજીક ના ગુંદલાવ ગામે આવેલી ગુંદલાવ - વનાંચલ કેળવણી ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મીબા બાલમંદિર અને લક્ષ્મીબા પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓઍ કૃષ્ણ અને રાધાના આકર્ષક વેશ ધારણ કરી સૌનું મન મોહી લીધું હતું. બાળકોઍ પરંપરાગત પોષાકો પેહરી ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને જીવંત કર્યું હતું. શાળામાં મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. શાળાનું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષકો દ્વારા બાળકોને શ્રી કૃષ્ણના જીવનમાંથી સત્ય, કર્તવ્ય, પ્રેમ અને મિત્રતાના ગુણોની સમજ આપવામાં આવી અને અંતે પ્રસાદ વહેંચી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.