Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

બીનવાડા જલારામ મંદિરે જન્માષ્ટમી પર્વ ઉજવાયું

બીનવાડા જલારામ મંદિરે જન્માષ્ટમી પર્વ ઉજવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ ના  બીનવાડા ગામે પૂ.  જલારામ બાપાના મંદિરે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ  કૃષ્ણજન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા ૩૦ વર્ષથી ઉજવાઇ રહેલ શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં ગામના તથા આજુબાજુના વિસ્તારના ભજન મંડળીઓઍ ભાગ લીધો અને  રાત્રે ૧૨ કલાકે જન્મોત્સવ સમયે તમામ ભક્તજનો ભાવવિભોર બની જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીના નારા ગુંજયા આખી રાત ભજન કીર્તનો થયા સવારે ૮ઃ૩૦ કલાકે ભજન કીર્તનની પૂર્ણાહુતિ થઈ
બપોરે ૨ઃ૩૦ કલાકે જલારામ મંદિરથી ગામના રામજી મંદિરે પાલખીયાત્રા નીકળી ગામના મહલ્લે મહોલ્લે મટકી ફોડવાનો કાર્યક્રમ થયો મોટી સંખ્યામાં લોકો પાલખીયાત્રામાં જોડાયા રામજી મંદિરે તળાવના ઓવારે તમામ  ભક્તજનોઍ લાલજી મહારાજને સ્નાન કરાવી જલારામ મંદિરે પરત ફર્યા આમ ભક્તિ ભાવથી શાંતિથી આનંદ ઉલ્લાસથી ઉત્સવ પૂર્ણ થયો. સમગ્ર ઉત્સવની ઉજવણી જલારામ મંદિર સમિતિ તથા ગ્રામજનો ભેગા મળી કરી હતી.