Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીમાં ઈન્સ્ટા કોમેન્ટ મામલે મારામારી

વાપીમાં ઈન્સ્ટા કોમેન્ટ મામલે  મારામારી


વાપી, તા.૦૬ ઃ વાપીમાં ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરવાના મામલે ચાર ઈસમો સામે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ ગીતાનગરમાં રહેતા ૨૫ વર્ષીય રાહુલ લાલચંદ ગુાઍ ગત તા.૨૯ ઓગસ્ટે  ઍક ન્યૂઝના નામની ઈન્સ્ટા આઈડી પર વિનય પ્રજાપતિઍ સંગઠન ખુલતે હે સમાજ સેવા કે લિયે યા ફિર સમાજ કે સાથ ૪૨૦ કરને કે લિયે ટાઈટલ સાથે વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં સંગઠનના નામે પૈસા પડાવતા હોવાનો આરોપ હતો. જેના પર રાહુલે જો સંગઠન ખોટા છે ઍના નામ લઈને બોલો, તમ બધા સંગઠનોને ખોટાના કહી શકો ઍવી કોમેન્ટ કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં વિનય પ્રજાપતિઍ પરથી ફોન કરી ગાળો આપી દુકાને બોલાવ્યા હતાં. બીજા દિવસે લક્ષ્મી ઍમ્પોરિયમ સામે વડના ઝાડ પાસે વિનય પ્રજાપતિ, માનવ મિશ્રા, મનોજ ચૌહાણ અને અંજની શર્માઍ ગાળો આપી ઝઘડો કરી માનવ મિશ્રાઍ માથાના ભાગે થાપટ મારી ૅધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.