Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

પારડીના કિશોરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

પારડીના કિશોરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૦૬ ઃ પારડી તાલુકાના બગવાડા ગામના બંગલા ફળિયામાં ૧૫ વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે બગવાડા ગામના બંગલા ફળિયામાં રૂમ નં. ૧માં રહેતા અંકુર અનિલભાઈ તુરી ઉં.વ. ૧૫ કોઈ અગમ્ય કારણોસર રૂમની લોખંડની ઍંગલ સાથે તુવાલ બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં પરિવારજનો તથા આસપાસના લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. બનાવ અંગે અંકુરના પિતા અનિલભાઈ બબાના તુરી દ્વારા પારડી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોત નોંધી મૃતદેહ અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. કિશોરે આ અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તપાસની જવાબદારી હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ રામસીંગભાઈને સોંપવામાં આવી છે.