Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

સેલવાસમાં નેપાળ પૂર દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

સેલવાસમાં નેપાળ પૂર દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ


સેલવાસ, તા.૦૬ ઃ નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે ૬ સપ્ટેમ્બરે સેલવાસમાં નેપાળી સમાજ દ્વારા કેન્ડલ લાઇટ માર્ચ યોજાયો હતો.
માર્ચ આમલી ફુવારા ચાર રસ્તાથી શરૂ થઈ કિલવાણી નાકા, ઝંડા ચોક થઈ શહીદ માર્ગ સુધી પહોંચી હતી. અહીં ઉપસ્થિત લોકોઍ મીણબત્તીઓ પ્રગટાવી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમમાં સેલવાસ ઉપરાંત વાપી, વલસાડ અને દમણથી પણ નેપાળી સમાજના લોકો જોડાયા હતાં. મહિલાઓ, યુવાનો, બાળકો તેમજ વડીલોઍ મોટી સંખ્યામાં ભાગ લઈને નેપાળના પૂરપીડિતો પ્રત્યે ઍકતાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમના આયોજક અર્જુન રાવલ અને વિષ્ણુ રાવલે પ્રશાસનની જરૂરી મંજૂરી મેળવી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાંતિ, શિસ્ત અને માનવતાની ઍકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નેપાળથી દૂર વસતા હોવા છતાં મુશ્કેલીના સમયમાં નેપાળી સમાજ પોતાના દેશવાસીઓ સાથે ઉભો છે તે ભાવના કાર્યક્રમમાં વ્યક્ત થઈ હતી.