Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ધરમપુરમાં ઠેર ઠેર જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

ધરમપુરમાં ઠેર ઠેર જન્માષ્ટમીની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૯ ઃ ધરમપુર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં જન્માષ્ટમીની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના પર્વે શહેરના લક્ષ્મીનારાયણ મંદિર, વિમલેશ્વર મંદિર, રાધાકૃષ્ણ મંદિર, મનહરઘાટ પાવનધામ ખાતે, મોઢેશ્વરી માતાનું મંદિર વાલોડ ફળિયા, બ્રહ્મદેવ બાપાનું મંદિર માછીવાડ સહિત વિવિધ મંદિરોમાં ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા સમગ્ર ધરમપુર કૃષ્ણમય બની ગયું હતું. રાત્રે બાર વાગ્યાના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થતાં ભક્તોઍ નંદઘેર આનંદ ભયો અને જય કનૈયાલાલ કી... હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી...ના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યા હતાં.
જન્માષ્ટમીના બીજા દિવસે વાલોડ ફળિયા વિમલેશ્વર મંદિર, મોટા બજાર ભૂત બંગલા પાસે ટાવર, સમડીચોક, કાળાનારામજી મંદિર સહિત શહેર તથા આસપાસના વિસ્તારોમાં યોજાયેલા મટકી ફોડ કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.