Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૩ ઃ બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની રંગેચંગે અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ કાન્હા અને રાધાના મનમોહક વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા, જેના કારણે સમગ્ર શાળા પરિસરમાં ગોકુળ જેવો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા કૃષ્ણલીલા અને રાસ-ગરબાની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
શાળાના પ્રમુખ, ટ્રસ્ટી મંડળ, શિક્ષકગણ તેમજ ઉપસ્થિત મહાનુભાવોઍ દીપ પ્રાગટ્ય કરી ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી હતી અને તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ઉત્સાહપૂર્ણ માહોલમાં પરંપરાગત મટકીફોડ કાર્યક્રમ સાથે ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.