Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ઉમરગામમાં યુવા ખો-ખો સ્પર્ધા યોજાઈ

ઉમરગામમાં યુવા ખો-ખો સ્પર્ધા યોજાઈ


ઉમરગામ, તા.૦૩ ઃ ઉમરગામ તાલુકાના યુવાનોમાં રમતગમત પ્રત્યેની રૂચિ વધે તેમજ શારીરિક તંદુરસ્તી અને ટીમવર્કની ભાવનાને પ્રોત્સાહન મળે તે હેતુથી યુવા ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનું ઉદ્ઘાટન વિજયભાઈ પાટકરજીના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે સરઈ ગ્રામ પંચાયતના સરપંચ વાસુભાઈ વારલી તથા માજી સરપંચ પ્રવીણભાઈ વારલી સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્ના હતા.
ખો-ખો સ્પર્ધા દરમિયાન વિવિધ ટીમોના ખેલાડીઓઍ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમતગમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. મેદાન પર ખેલાડીઓમાં જીત માટેનો જુસ્સો, ટીમભાવના અને રમતગમતની શિસ્ત જોવા મળી હતી. યુવાનોને મોબાઈલ અને અન્ય પ્રવૃત્તિઓથી દૂર રાખી રમતગમત તરફ પ્રેરિત કરવા તથા શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવા આવી સ્પર્ધાઓનું આયોજન મહત્વપૂર્ણ હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું.