Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

નારગોલ બીચ પર મરીન પોલીસનું સ્વચ્છતા અભિયાન યોજાયું

નારગોલ બીચ પર મરીન પોલીસનું સ્વચ્છતા અભિયાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નારગોલ, તા.૦૩ ઃ વલસાડ જિલ્લાના પ્રસિદ્ધ નારગોલ બીચ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ મુલાકાત લેતા હોવાથી બીચની સુરક્ષાની સાથે લોકજાગૃતિ અને પ્રજાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવાના હેતુથી મરીન પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાની મહત્વપૂર્ણ કામગીરી સંભાળતા અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ઍ.ઍમ. મુનિયા તથા મરીન સેક્ટર કમાન્ડર અને પોલીસ અધિક્ષક ઍસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ તા. ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નારગોલ બીચ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શ્રમદાન અને સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. ઉમરગામ મરીન સેક્ટર લીડર નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઍ.ઍમ. કુગસીયા તથા મરીન ટીમ લીડર ભ્લ્ત્ ઍસ.ઍસ. પઠાણના નેતૃત્વમાં મરીન કમાન્ડો અને ટીમના જવાનોઍ બીચ પર સફાઈ કરી મોટી માત્રામાં કચરો ઍકત્રિત કર્યો હતો. ઍકત્રિત કચરાને વાહનમાં ભરી નારગોલ ડમ્પિંગ સાઇટ ખાતે લઈ જઈ યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. મરીન પોલીસના આ પ્રકારના લોકાભિમુખ પ્રયાસોથી નારગોલ બીચની સ્વચ્છતા જળવાઈ રહેવાની સાથે સહેલાણીઓ અને સ્થાનિકોમાં સ્વચ્છતા તથા પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ પણ સિદ્ધ થયો હતો.